📅 *આજનું પંચાંગ – ૮ માર્ચ ૨૦૨૬, રવિવાર*
📜 *વિક્રમ સંવત : ૨૦૮૨*
🌼 *સુવિચાર*
સારા સાથે સારા પણ ખરાબ સાથે ખરાબ ના બની શકાય,
કારણ કે *કાદવથી કાદવ સાફ કરી શકાય નહીં.* ✨
💚 *હેલ્થ ટીપ્સ*
મીઠા લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેના પાણીથી વાળ ધોવાથી
વાળ લાંબા સમય સુધી *કાળા અને હેલ્ધી* રહે છે. 🌿
---
📿 *તિથિ*
ફાગણ વદ પાંચમ
🌸 *દિન મહીમા*
રંગપંચમી
શ્રી રણછોડરાયજી ષોડશોપચાર પૂજન – ડાકોર
ચંદ્રપ્રભુ સ્વામી ચ્યવન
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 👩🦰🌍
---
🌅 *સૂર્યોદય* : ૦૬:૫૩ (મુંબઈ)
🌇 *સૂર્યાસ્ત* : ૦૬:૪૪ (મુંબઈ)
⏰ *રાહુકાળ*
૧૭:૧૬ થી ૧૮:૪૫
🌙 *ચંદ્ર રાશિ* : તુલા
આજે જન્મેલા બાળકની *તુલા રાશિ* રહેશે.
✨ *નક્ષત્ર*
સ્વાતિ → વિશાખા (૧૩:૩૦ પછી)
🧭 *ચંદ્ર વાસ*
પશ્ચિમ
✈️ દક્ષિણ-પશ્ચિમ પ્રવાસ સુખદાયક
⚠️ ઉત્તર-પૂર્વ પ્રવાસ કષ્ટદાયક
---
⏳ *દિવસનાં ચોઘડિયા*
ચલ : ૦૮:૨૩ – ૦૯:૫૨
લાભ : ૦૯:૫૨ – ૧૧:૨૦
અમૃત : ૧૧:૨૦ – ૧૨:૪૯
શુભ : ૧૪:૧૮ – ૧૫:૪૭
🌙 *રાત્રિનાં ચોઘડિયા*
શુભ : ૧૮:૪૫ – ૨૦:૧૬
અમૃત : ૨૦:૧૬ – ૨૧:૪૭
ચલ : ૨૧:૪૭ – ૨૩:૧૮
લાભ : ૨૬:૨૦ – ૨૭:૫૧
શુભ : ૨૯:૨૨ – ૩૦:૫૩
---
🔮 *આજનું રાશી ભવિષ્ય*
♈ *મેષ (અ, લ, ઇ)*
જાહેર જીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મળે, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય. શુભ દિવસ.
♉ *વૃષભ (બ, વ, ઉ)*
સવારનો સમય શાંતિથી પસાર કરો, શત્રુઓથી સાવધાન રહો, વધુ વિશ્વાસ ન કરવો.
♊ *મિથુન (ક, છ, ઘ)*
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ, રચનાત્મકતા વધે.
♋ *કર્ક (ડ, હ)*
જમીન-મકાન-વાહન સુખ મળે, આરામદાયક દિવસ.
♌ *સિંહ (મ, ટ)*
સાહસથી સફળતા મળે, મિત્રોનો સહયોગ મળશે.
♍ *કન્યા (પ, ઠ, ણ)*
બેન્ક બેલેન્સ વધારવાનો મોકો, નાણાકીય આયોજન સારું રહેશે.
♎ *તુલા (ર, ત)*
કાર્યક્ષેત્રમાં સફળતા, સમાજમાં સારા કામ કરવાની તક.
♏ *વૃશ્ચિક (ન, ય)*
પૈસા અટવાઈ શકે, ગુસ્સામાં નિર્ણય ન લેવો.
♐ *ધનુ (ભ, ફ, ધ, ઢ)*
મિત્રો અને સગા સાથે સારો સમય, પ્રગતિકારક દિવસ.
♑ *મકર (ખ, જ)*
વેપારીઓ માટે મધ્યમ, નોકરીયાત માટે અનુકૂળ સમય.
♒ *કુંભ (ગ, શ, સ, ષ)*
ધ્યાન-યોગમાં રસ વધે, પોઝિટિવ વિચારોથી લાભ.
♓ *મીન (દ, ચ, ઝ, થ)*
અટકેલા કામ પૂર્ણ થશે, નસીબ સાથ આપશે.

ટિપ્પણીઓ